મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભુજના મીરજાપર ગામમાં નરાધમ દુકાનદાર સગીરાને ખેંચીને રૂમમાં લઈ ગયો અને આચર્યું દુષ્કર્મ

ભુજના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લલચાવીને

ભુજના મીરજાપર ગામમાં નરાધમ દુકાનદાર સગીરાને ખેંચીને રૂમમાં લઈ ગયો અને આચર્યું દુષ્કર્મ

ભુજના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લલચાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને હેવાનીયતથી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ હતી.

સગીરાને નરાધમે ધમકી પણ આપી 

સગીરાને નરાધમે ધમકી પણ આપી હતી. સમગ્ર વાતની જાણ સગીરાએ પરિવારને કરી હતી. સગીરાના પિતાએ તુંરત જ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે  મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અને 13 વર્ષની દિકરી મીરજાપર છપરીવાસમાં આવેલી આરોપી ઇશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા. 

લલચાવીને રૂમમાં લઈને આચર્યું દુષ્કર્મ

આરોપી ઇશાકેએ ફરિયાદીના પુત્રને રૂપિયા ૫૦ આપીને અન્ય દુકાનેથી ખરીદી કરવા મોકલી આપીને ફરિયાદીની સગીર દિકરીને લલચાવી ફોસલાવીને દુકાન પાછળ આવેલા રૂમમાં લઈ ગયો હતો, નરાધમે રૂમમાં સગીરા પર બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો.

બનાવ અંગે ફરિયાદીની દિકરીએ માતા-પિતાને જાણ કરતાં સગીરાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે ઇશાક કુંભાર સામે દુષ્કર્મ પોક્સોની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો