અડપલાં કરતાં પકડાયેલા લાયબ્રેરિયનના ચોંકાવનારા ખુલાસા, લંપટે અગાઉ આઠેક વિદ્યાર્થિનીઓની કરી હતી છેડતી

સુરતમાં છાત્રા-શિક્ષકના સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી. બાળકી સાથે અડપલા કરવાના કેસમાં ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરિયન શિક્ષક વિજય પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યાં છે. આ લંપટ શિક્ષકે અગાઉ પણ 7-8 વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ઉંડાણપૂર્વક તપાસ થાય તો અનેક ચોંકાવનારી બાબતો સામે આવી શકે તેમ છે. આ શિક્ષક 20 વર્ષથી લાયબ્રેરિયન છે.
આ પણ વાંચોઃ નસવાડીમાં રસ્તાની સુવિધા ન મળતાં ભર્યુ પગલું, પેટ્રોલ છાંટી જીવતો સળગ્યો યુવક
ઉંડાણપૂર્વક તપાસ થાય તો ભાંડો વધુ ફૂટે
અઠવાલાઇન્સની ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરી શિક્ષક વિજય પટેલને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ નહીં માગાતાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ લંપટ શિક્ષકે અગાઉ પણ 7-8 વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ઉંડાણપૂર્વક તપાસ થાય તો અનેક ચોંકાવનારી બાબતો સામે આવી શકે. કેમકે તે 20 વર્ષથી લાયબ્રેરિયન છે. વિજય સામે 5મા ધોરણની 2 વિદ્યાર્થિની છેડતી કરી હોવાનું ખુદ વિદ્યાર્થિનીઓને જ પોતાની માતાને કહ્યું હતું.
શિક્ષકની કરતૂત છતી થઈ
‘ગૂડ ટચ અને બૅડ ટચ’ની સમજણ ધરાવતી આ બંને વિદ્યાર્થિનીઓની કેફિયત બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં લંપટ શિક્ષક વિજયની કરતૂત છતી થઈ ગઈ હતી. આથી પોલીસ ફરિયાદ નોંધાતાં ગુરુવારે જ આરોપીની ધરપકડ કરી દેવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે પોલીસે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર, ઉપરાંત ફરિયાદી અને બાળકીઓ સહિત અનેકની સાથે વાત કરતા આરોપી શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓની પણ છેડતી કરી હોવાનું સપાટી પર આવ્યુ હતું.

