શ્રાવણ માસમાં પંચમહાલના શહેરામાં થયું શિવલિંગ પ્રગટ: ભક્તોમાં શ્રદ્ધાનો માહોલ
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પંચમહાલના શહેરામાં એક અદ્ભુત ઘટના બની છે, જેણે આખા વિસ્તારમાં શ્રદ્ધા અન

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પંચમહાલના શહેરામાં એક અદ્ભુત ઘટના બની છે, જેણે આખા વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ ઊભો કર્યો છે. શહેરાના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિર નજીક એક જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે, જેને જોવા માટે અને પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
જમીનમાં ખોદકામ કરતાં નીકળી શિવલિંગ
મળતી માહિતી મુજબ, મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક માર્કેટ યાર્ડ સામે આવેલી એક જમીનમાં ખોદકામ કરતી વખતે અચાનક શિવલિંગ જેવો આકારનો પથ્થર નીકળ્યો હતો. જમીનમાંથી શિવલિંગ પ્રગટ થતા જમીન માલિક અને નજીકના લોકોએ પૂજા અર્ચના કરી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા.
ભક્તોમાં ભારે ઉત્સાહ
શ્રાવણ મહિનામાં જ આ ઘટના બનવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ છે. આ સમાચાર વાયુવેગે આખા શહેરા અને પંચમહાલ જિલ્લામાં ફેલાઈ ગયા છે. આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શન કરવા અને આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવી રહ્યા છે.
સ્વયંભૂ શિવલિંગ બની ચર્ચાનો વિષય
મરડેશ્વર મહાદેવ મંદિરનજીક શિવલિંગ પ્રગટ થતા લોકો તેને "સ્વયંભૂ શિવલિંગ" માની રહ્યા છે અને આ ઘટનાને દૈવી કૃપા ગણી રહ્યા છે. આ ઘટના શહેરા સહિત આખા તાલુકામાં ચર્ચાનો વિષય બની છે. લોકો શિવલિંગની પૂજા કરી રહ્યા છે, ભજનો ગાઈ રહ્યા છે અને આસ્થાના આ માહોલમાં લીન થઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા પણ આ સ્થળની દેખરેખ રાખવામાં આવી રહી છે.






