મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બમ.. બમ.. ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં શિવાલયો, ટેનિસ કલબમાં મહાકુંભની થીમ

મહાશિવરાત્રી પર્વ પર શિવ ભક્તોની લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં જોવા મળી રહી

સુરતમાં બમ.. બમ.. ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં શિવાલયો, ટેનિસ કલબમાં મહાકુંભની થીમ

મહાશિવરાત્રી પર્વ પર શિવ ભક્તોની લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં જોવા મળી રહી છે. પારાના શિવલિંગની પૂજા કરવા માટે જોવા મળી હતી. આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ છે. આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં ક્યાંક પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે. કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે. જેના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે. મહાશિવરાત્રી પર્વ પર અહીં 1100 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. મહાકુંભ મેળાની થીમ પર ટેનિસ કલબમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટ્યાં હતાં.

ટેનિસ કલબમાં વિશેષ આયોજન

ટેનિસ કલબમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉજ્જૈનથી ગ્રુપ આવ્યુ હતું. જેણે ડાન્સ રજૂ કર્યો હતો. ભસ્મ આરતી કરવામાં આવી હતી. કુંભમેળાની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતાં. તમામ દર્શનાર્થીઓ પર સંગમનું જળ છાંટવામાં આવ્યું હતું. 

લક્ષુરૂદ્રના આયોજન

મંદિરના મહારાજ બટુકગીરીએ કહ્યું કે, અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2351 કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખી મહિમા છે. સાચા હ્રદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે. લક્ષુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહી છે. શ્રદ્ધાસુમન કરવામાં આવી રહ્યું છે.

પ્રાર્થના પરિપૂર્ણ થાય

શિવરાત્રીને ભગવાનના લગ્ન થયા હતાં. તે પર્વ હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે. જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. પારદ શિવલિંગની પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે. જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવશ્ય થતી હોય છે. 

આ સમાચાર શેર કરો