26 ફેબ્રુઆરી 2025, બુધવારનું રાશિફળ, મહાશિવરાત્રીના દિવસે આ રાશિના જાતકોનો થશે બેડો પાર
મેષ : આપ સૌને મહાશિવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્ર વર્ગ - સગા - સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો. વૃષભ

મેષ : આપ સૌને મહાશિવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્ર વર્ગ - સગા - સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આપ સર્વને મહાશિવરાત્રીની શુભકામનાઓ. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા અનુભવો.
મિથુન : મહાશિવરાત્રી પર્વની સર્વને શુભેચ્છાઓ. આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી.
કર્ક : આપ સહુને મહા શિવરાત્રીની શુભકામનાઓ. આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
સિંહ : આપ સર્વને મહાશિવરાત્રી પર્વની શુભેચ્છાઓ. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.
કન્યા : મહાશિવરાત્રીની ખૂબ શુભકામનાઓ. આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા - સરળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
તુલા : આપ સૌને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ. આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક : આપ સહુને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ. આપના કામમાં સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.
ધન : આપ સર્વને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય. કૌટુંબિક-પારિવારીક કામ રહે.
મકર : મહાશિવરાત્રી પર્વની આપને શુભકામનાઓ. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
કુંભ : આપ સહુને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ. આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઉચાટ-ઉદ્વેગ રહે. ધર્મકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
મીન : આપ સર્વને મહાશિવરાત્રીની ખૂબ શુભકામનાઓ. સીઝનલ ધંધામાં આકસ્મિક - ઘરાકીથી લાભ ફાયદો જણાય. સંતાનનો સહકાર રહે.








