મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં ધારાસભ્યોના અધિકારીઓ પર આકરો પ્રહાર

અમરેલી જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ બે

Amreli: સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં ધારાસભ્યોના અધિકારીઓ પર આકરો પ્રહાર

અમરેલી જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં અમરેલીના ધારાસભ્ય તથા વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વિવિધ વિભાગોના અધિકારીઓને આડેહાથ લીધા. પ્રજાની રજૂઆતોની ગંભીરતાને નજરઅંદાજ કરવા અને કામગીરીમાં ઢીલાશ દાખવવા બદલ બંને ધારાસભ્યોએ અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી, જેનાથી બેઠકમાં સન્નાટો છવાઈ ગયો.  

બેઠકમાં વરસડા વાસ્મોના કામ સહિત અન્ય વિભાગોની કામગીરીની ચર્ચા દરમિયાન કૌશિક વેકરીયાએ અધિકારીઓની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, "પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી, જેનાથી જનતામાં અસંતોષ વધી રહ્યો છે." આ ઉપરાંત, પ્રાંત કચેરીના પ્રશ્નો બાબતે વારંવાર બિનજરૂરી રીતે સરકારમાં માર્ગદર્શન માટે પત્રો મોકલવાની પ્રથા પર મહેશ કસવાળાએ સખત નારાજગી વ્યક્ત કરી. 

આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં વાસ્મો, જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરીની નિષ્ક્રિયતા પર ધારાસભ્યોએ ખાસ ધ્યાન દોર્યું. બંને ધારાસભ્યોએ અધિકારીઓને સમયબદ્ધ રીતે પ્રજાની ફરિયાદોનું નિરાકરણ લાવવા અને વહીવટી કામગીરીમાં પારદર્શિતા જાળવવા સૂચના આપી.  

આ સમાચાર શેર કરો