મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શરમજનક વિકાસ! શાળાના છતની દિવાલ વિદ્યાર્થીના ભોગનું કારણ બનતા રહી ગઈ

ગુજરાતમાંથી અવારનવાર ગામડાંઓની ખંડેર થઈ ગયેલી સરકારી શાળાઓના વિડીયો સામે આવતા હોય છે એવામાં કહેવાતા 'વિકસ

શરમજનક વિકાસ! શાળાના છતની દિવાલ વિદ્યાર્થીના ભોગનું કારણ બનતા રહી ગઈ

ગુજરાતમાંથી અવારનવાર ગામડાંઓની ખંડેર થઈ ગયેલી સરકારી શાળાઓના વિડીયો સામે આવતા હોય છે એવામાં કહેવાતા 'વિકસિત ગુજરાત'ને ખોટું પાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં ચાલુ શાળાના સમય દરમિયાન છતની દિવાલનું પોપડું પડતાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ પણ વાંચો : દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ

દાહોદના અભલોડ ગામની રાયણ ફળિયા પ્રાથમિક શાળામાં 9 વર્ષનો ત્રીજામાં અભ્યાસ કરતો રાજવીર પરમારના માથાના ભાગ પર પોપડુ પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 108ની મદદથી બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો