સુરતમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયેલાને આકરી સજા, બે આરોપીને કોર્ટે ફટકારી 15 વર્ષની સજા
સુરતમાં ડ્રગ્સ વેચનાર સામે પોલીસ દ્વારા લાલ આંખ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીઓને સેશન્સ

સુરતમાં ડ્રગ્સ વેચનાર સામે પોલીસ દ્વારા લાલ આંખ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીઓને સેશન્સ કોર્ટ પણ આકરી સજા ફટકારી રહી છે. છ વર્ષ પૂર્વે 7.59 કિલો એમડી ડ્રગ્સ સાથે બે આરોપી પકડાયા હતા. જેમને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી છે.
1.50 લાખનો દંડ ફટકાર્યો
DRI એ 24 ઓક્ટોબર 2019 ના દિવસે રાજધાની ટ્રેનમાંથી આરોપીઓને પકડ્યા હતા. DRI એ રાજધાનીમાંથી સુનિલ કૌશિક અને ફોતિકલ અલીને પકડી પાડ્યા હતાં. બંને આરોપીઓ નવી દિલ્હીમાં રૂમ ભાડે રાખી ડ્રગ્સ બનાવી દેશના અલગ અલગ ભાગમાં સપ્લાય કરતા હતાં. સુરત કોર્ટે બંને આરોપીને 15 વર્ષની કેદની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો છે.
કડક કાનુની કાર્યવાહી
કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ બંનેને તકસીરવાર ઠરાવ્યા. કોર્ટે નોંધ્યું કે, ડ્રગ્સની હેરફેર કરનારા સામાજિક હાનિમાં મોટું યોગદાન આપે છે અને આવી પ્રવૃત્તિઓ પર રોક માટે કડક સજા જરૂરી છે. આ નિર્ણય અન્ય માટે એક દાખલો રહેશે કે ડ્રગ્સની હેરફેરમાં શામેલ શખ્સો કડક કાનુની કાર્યવાહીનો સામનો કરે છે.








