VIDEO: ગીરમાં સ્વસ્થ થયેલા સાત સિંહોને ફરી જંગલામાં મુક્ત કરાયા, વીડિયો જોઈ ખુશ થશે વન્યજીવ પ્રેમીઓ
જૂનાગઢના ગીર જંગલના બાબરિયા રેન્જમ

જૂનાગઢના ગીર જંગલના બાબરિયા રેન્જમાં આઇસોલેશનમાં રાખવામાં આવેલા સાત સિંહોને સ્વસ્થ થતાં ફરી તેમના કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવ્યા છે. વન વિભાગે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે. બેબેસિયા રોગથી પીડિત સિંહોને 10થી 15 દિવસ સુધી એનિમલ કેર સેન્ટરમાં તબીબી સારવાર આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સુધર્યા બાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને જંગલમાં છોડવામાં આવ્યા હતા. પિંજરામાંથી બહાર નીકળતા સિંહો દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.



