મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: છ મોરના મોત નિપજવા મામલે પવનચક્કીનું સંચાલન કરતાં સાત કર્મચારીઓ જેલ હવાલે

ચોટીલાના વડાળી તેમજ ભેટસુડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને વીજકરં

Surendranagar news: છ મોરના મોત નિપજવા મામલે પવનચક્કીનું સંચાલન કરતાં સાત કર્મચારીઓ જેલ હવાલે

ચોટીલાના વડાળી તેમજ ભેટસુડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને વીજકરંટ લાગતા તેમના મોત નિપજવા મામલે પવનચક્કીઓનું સંચાલન કરતાં સાત કર્મચારીઓ પકડાયા છે. મોરોના મોત નીપજ્યા બાદ આ કર્મચારીઓએ પુરાવાનો નાશ કર્યો હતો. આ અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ ભેટસુડા અને વડાળી ગામે એક જ માસમાં છ જેટલા રાષ્ટ્રીય પક્ષી વીજકરંટથી મોતને ભેટ્યા હતા. વનવિભાગ દ્વારા તપાસ કરતા વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડની ૩૩ કિલોવોલ્ટની વીજ લાઇન ત્યાંથી પસાર થતી હતી, જેની અડફેટે આવવાથી છ જેટલા મોરના મોત નિપજ્યાં હતા. વનવિભાગે વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડના સાત કર્મચારીઓને ઝડપી લઈને ચોટીલા કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. કોર્ટે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેઓને જેલ હવાલે કરાયા છે. 

આ સમાચાર શેર કરો