ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સાત દિવસ માવઠાની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : સારા સમાચાર / પાવાગઢ પર્વત પર હવે રોપ-વે મંદિર સુધી જશે, શ્રદ્ધાળુઓને મળશે રાહત
11 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.
12 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ પડી શકે છે.
13 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
14 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
15 તારીખે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ,પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.






