મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં HMPV વાયરસને લઇને હોસ્પિટલની ગંભીર બેદરકારી, AMC નોટિસ ફટકારાશે

ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદમાં એચએમપીવીનો

VIDEO: ગુજરાતમાં HMPV વાયરસને લઇને હોસ્પિટલની ગંભીર બેદરકારી, AMC નોટિસ ફટકારાશે

 ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે.  2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો છે. ખાનગી લેબમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે.  આ બાળક મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાવલા તાલુકાના રિચા ગામનું છે. જેને અગાઉ મોડાસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 2 મહિનાના બાળકની તબિયત હાલ સ્થિર છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ, 2 મહિનાનો બાળક પોઝીટીવ

અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા AMC આરોગ્ય અધિકારી સુધી કે અન્ય રાજ્યના આરોગ્ય વિભાગ સુધી જાણ કરાઈ નહોતી. એએમસીના આરોગ્ય અધિકારી ભાવીન સોલંકીએ જણાવ્યું કે, હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આવા મહામારીમાં બેદરકારી દાખવવા બદલ નોટિસ પાઠવવામાં આવશે. આવા મહત્ત્વના કેસમાં હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનને મોડી જાણ કરવા બદલ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે.

આ સમાચાર શેર કરો