Rajkotના ધોરાજીમાં કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત, 12 લોકો ઈજાગ્રસ્ત
Rajkot News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી એક ગંભીર

Rajkot News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ધોરાજીના જેતપુર રોડ પર ફોરવિલ સામે સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જુનાગઢ તેમજ ઉપલેટાના બે ફેમિલી ઇજાગ્રસ્ત થયા હતા.




