બીજું સત્ર પૂરું થવા આવ્યું છતાં બાળકો પાસે પુસ્તકો નથી: ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળી હોવાનો કૉંગ્રેસનો દાવો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના મુદ્દે સરકાર
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું મુખ્ય નિવેદન પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 1, 2 અને બાલવાટિકાના બાળકોને સમયસર પુસ્તકો ન મળવા અંગે હતું.
પુસ્તકો ન મળવા મામલે ગંભીર આક્ષેપ
ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારના પાપે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1, 2 અને બાલવાટિકાના બાળકોને હજી સુધી પુસ્તકો મળ્યા નથી. બીજું સત્ર પણ પૂરું થવા આવ્યું છે, છતાં લાખો બાળકો પુસ્તકથી વંચિત રહ્યા છે, જેના કારણે તેમનું શિક્ષણ કાર્ય ખોરવાયું છે. મોટી મોટી વાતો કરતી સરકાર જોવે કે બાળકો પુસ્તક વગર કઈ રીતે ભણી શકે?
શિક્ષણની કથળતી સ્થિતિ અને શિક્ષકોની ઘટ
તેમણે રાજ્યના શિક્ષણ સ્તર અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકારને ઘેરી હતી. કેન્દ્ર સરકારના આંકડા મુજબ શિક્ષણના નબળા રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ભાજપના 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. ગુજરાતમાં 40 હજાર શિક્ષકોની ઘટ છે, ત્યારે 'કેવી રીતે ભણશે ગુજરાત?' નો સવાલ ઊભો થાય છે.






