મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ફોરેસ્ટ ભરતીમાં CBRT રદ્દ કરવાના આંદોલનના બીજા દિવસે પણ ઉમેદવારો ઉમટ્યા

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં CBRT (Computer Based Recruitment Test) પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવાની માંગ સાથે ગાં

VIDEO : ફોરેસ્ટ ભરતીમાં CBRT રદ્દ કરવાના આંદોલનના બીજા દિવસે પણ ઉમેદવારો ઉમટ્યા

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં  CBRT (Computer Based Recruitment Test) પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવાની માંગ સાથે ગાંધીનગરના સેક્ટર-11ના રામકથા ગ્રાઉન્ડમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા 100 જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા આજે વહેલી સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા હતા. સોમવારે રામકથા ગ્રાઉન્ડમાં એકઠા થઈ સરકાર સામે મોરચો ખોલીને બેઠેલા ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલાં શરૂ કર્યા હોવા હતા. ગઈકાલે આખી રાત ઉમેદવારોએ ગાંધીનગરમાં કાઢ્યા પછી પોલીસે ડીટેઇન કર્યા પણ ફરીથી ઉમેદવારો મેદાનમાં  આવ્યા  છે. 

આ સમાચાર શેર કરો