સાબરકાંઠામાં IPS રવિન્દ્ર પટેલના ઘરે ત્રાટકી SEBI, તપાસ એન્જસીઓનો ધમધમાટ
સાબરકાંઠામાં IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI ત્રાટકી હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે. IPS રવિન

સાબરકાંઠામાં IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI ત્રાટકી હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે. IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ એન્જસીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય તપાસ એજન્સી સેબીએ દરોડા પાડ્યા છે. SEBIની ટીમ દ્વારા ખેડબ્રહ્માના રોધરા અને ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. IPS રવિન્દ્ર પટેલના સાળાની પૂછપરછ પણ કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
IPS રવિન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં SP તરીકે ફરજ બજાવે છે. IPS રવિન્દ્ર પટેલના પિતા ડી. એન. પટેલ IG કક્ષાના નિવૃત IPS અધિકારી હતા. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈ ને કાર્યવાહી કરાઈ હોવાની આશંકા છે.
શું છે સાધના બ્રોડકાસ્ટ કેસ?
સેબીએ ફેબ્રુઆરીમાં રવિન્દ્ર ડાહ્યાભાઈ પટેલ પર 6 મહિના માટે સિક્યોરિટીઝમાં વ્યવહાર કરવાથી પ્રતિબંધિત ફરમાવ્યો હતો.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના 27 ફેબ્રુઆરીના સેટલમેન્ટ ઓર્ડર અનુસાર, SEBIએ રવિન્દ્ર ડાહ્યાભાઈ પટેલને સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના સંબંધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યોરિટીઝ ખરીદવા, વેચવા અથવા ટ્રેડ કરવા પર છ મહિનાના સમયગાળા માટે પ્રતિબંધ મૂક્યો છે.
તેના સેટલમેન્ટ ઓર્ડરમાં, સેબીએ જણાવ્યું હતું કે તેને જુલાઈ-સપ્ટેમ્બર 2022 દરમિયાન સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેરના ભાવમાં હેરાફેરી અને ત્યારબાદ શેરના વેચાણનો આરોપ લગાવતી કેટલીક ફરિયાદો મળી હતી.
સેબીએ ફરિયાદોની તપાસ કરી અને શોધી કાઢ્યું કે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેરના ચોક્કસ ચોખ્ખા વેચાણકર્તાઓ ચોક્કસ યુટ્યુબ ચેનલોના નિર્માતાઓ સાથે જોડાયેલા હતા. આ ચેનલોએ ખોટી માહિતી અને શેરો માટે અવાસ્તવિક ટાર્ગેટ ભાવ ધરાવતા વીડિયો અપલોડ કર્યા હતા. આ વીડિયો પાછળનો હેતુ જાહેર રોકાણકારોને શેરમાં રોકાણ કરવા માટે પ્રભાવિત કરવાનો અને ગેરમાર્ગે દોરવાનો હતો. તેની તપાસ બાદ સેબીએ 2 માર્ચ, 2023 ના રોજ આ મામલે વચગાળાનો આદેશ જારી કર્યો.
દરમિયાન સેબીએ 08 માર્ચ 2022 થી 30 નવેમ્બર 2022 દરમિયાન સેબી એક્ટ, 1992 અને સેબી પીએફયુટીપી રેગ્યુલેશન્સ, 2003ની જોગવાઈઓના સંભવિત ઉલ્લંઘનો શોધવા માટે તપાસ પણ હાથ ધરી હતી.
તપાસના નિષ્કર્ષ પછી 9 જાન્યુઆરીના રોજ પટેલ સહિત વિવિધ સંસ્થાઓને કારણદર્શક નોટિસ (SCN) જારી કરવામાં આવી હતી, જેમાં PFUTP રેગ્યુલેશન્સ, 2003 ના ચોક્કસ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રવિન્દ્ર પટેલને 06 ફેબ્રુઆરી 2025ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં સમાધાન રકમ તરીકે 72.8 લાખ રૂપિયા અને રિફંડ રકમ તરીકે 1.9 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રવિન્દ્ર પટેલે 19 ફેબ્રુઆરીના રોજ ઉપરોક્ત રકમ ચૂકવી દીધી હતી.








