મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: સોસાયટીમાં રિવર્સ લેતી વખતે સ્કૂલવાન ડ્રાઈવરે પાંચ વર્ષના બાળકને કચડ્યો, પોલીસે કરી ધરપકડ

સુરતના સિંગણપોરમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી સામે આવી છે. સોસાયટીમાં રમતા 5 વર્ષના

સુરત: સોસાયટીમાં રિવર્સ લેતી વખતે સ્કૂલવાન ડ્રાઈવરે પાંચ વર્ષના બાળકને કચડ્યો, પોલીસે કરી ધરપકડ

સુરતના સિંગણપોરમાં સ્કૂલવાન ચાલકની બેદરકારી સામે આવી છે. સોસાયટીમાં રમતા 5 વર્ષના બાળકને સ્કુલવાન ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું હતું.  સોસાયટીમાં સ્કૂલવાન ચાલકે બેદરકારીથી  રિવર્સ લેતા 5 વર્ષીય બાળક - શ્લોકનું મોત થયું છે.

સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલની ધરપકડ કરી

અકસ્માતના બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં લાગણી

એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં લાગણી ફેલાઈ હતી.સિંગણપોર નંદનવન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. બનાવના દિવસો તેમનો પુત્ર સોસાયટીમાં રમતો હતો, તે દરમ્યાન વાન ચાલકે તેને અડફેટે લીધો હતો.

આ સમાચાર શેર કરો