મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા:  બેદરકાર સ્કૂલવાન ચાલક અને તેના માલિકની ધરપકડ, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ હતી. ત્યારે હવે આ મામલે &n

વડોદરા:  બેદરકાર સ્કૂલવાન ચાલક અને તેના માલિકની ધરપકડ, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

વડોદરાના  માંજલપુર વિસ્તારમાં એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ હતી. ત્યારે હવે આ મામલે  મકરપુરા પોલીસે સ્કૂલવાન ચાલક અને તેના માલિકની ધરપકડ કરી છે. 

લોક બગડેલું હોવાના કારણે દરવાજો ખુલી ગયો હતો - વાન ચાલક

સ્કૂલવાન ચાલકની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. વાહન ચાલકે પોલીસને જણાવ્યું કે, દરવાજાનું લોક બગડેલું હોવાના કારણે ખુલી ગયો હતો. લોક બદલવા માટે માલિકને જાણ કરી હતી. પરંતુ વાનના માલિકે લોક ન બદલતા આ ઘટના બની હતી. 

વીડિયો વાયરલ થયા બાદ કરાઈ કાર્યવાહી

વડોદરામાં સ્કૂલવાનમાંથી વિદ્યાર્થિની પટકાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોસાયટીમાંથી જતી ચાલુ વાનમાંથી વિદ્યાર્થિનીઓ નીચે પટકાઇ હતી. વિદ્યાર્થિનીઓને સામાન્ય ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની નીચે પટકાઇ હોવાની વાનચાલકને ખબર જ પડી ન હતી. વાયરલ વીડિયો 19 જૂનનો હોવાનું સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલો 

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ શાળાએ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ નીચે પડી જાય છે. જે બાદ આજુબાજુના લોકો એકઠા થઈ જાય છે અને નીચે પડી ગયેલી વિદ્યાર્થિનીને ઉભી કરે છે. 

આ સમાચાર શેર કરો