સુરતમાં વિદ્યાર્થીઓ સાથેની વેન પલટી મારી ગઈ, સામેથી આવતી કારે અકસ્માત સર્જ્તા વાલીઓના જીવ ચોંટ્યા તાળવે
સુરતમાં અકસ્માતોની વણઝાર ચાલતી હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે ડભોલી વિસ્તા

સુરતમાં અકસ્માતોની વણઝાર ચાલતી હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે ડભોલી વિસ્તારમાં એક સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી. સામેથી આવેતી કારએ ટક્કર માર્યા બાદ 7 વિદ્યાર્થીઓ સાથેની કાર પલટી ગઈ હતી.જેથી વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
સામેથી આવતી કારે મારી ટક્કર
મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો ડભોલી વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર વાત્સ્લ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. 7 વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ વેનની સામે એક પોલો કાર આવી ગઈ હતી. પોલો કારના ચાલકે ટક્કર મારતાં ઈકો વેનનું સંતુલન બગડતાં પલટી મારી ગઈ હતી.
હોબાળો મચી ગયો
વિદ્યાર્થીઓ સાથેની વેન પલટી મારી જતાં હોબાળો મચી જવા પામ્યો હતો. તાત્કાલિક લોકોના ટોળા એકઠાં થયાં હતાં. વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. બીજી તરફ ભયના માર્યા વાલીઓ હોસ્પિટલ તરફ દોડ્યા હતાં. પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.








