મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રોડ પરથી પાણી ભરેલા ખાડામાં ખાબકી, કાચ તોડી માસૂમોને કઢાયા બહાર

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્ત

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રોડ પરથી પાણી ભરેલા ખાડામાં ખાબકી, કાચ તોડી માસૂમોને કઢાયા બહાર

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાઈ હતી. એ દરમિયાન 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો દોડી આવ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને બહાર કાઢયા હતા.

લોકોમાં રોષ

દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી. જેથી બસના કાચ તોડીને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મોટી જાનહાની ટળી હતી. જો કે સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો. અમૂક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતાં રોષભેર જોવા મળ્યા હતા.

કામ બંધ હતુ

મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતુ. ઓલપાડ તાલુકાના નરથાન ગામ પાસે આવેલ મહારાજા અગ્રેસન સ્કુલના બસને અકસ્માત નડ્યો હતો. કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરીને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા.એ દરમિયાન પોલલેન્ડનું કામ ચાલી રહ્યું હતું,અને ખાડો ખોદવામાં આવ્યો હતો. ચોમાસાના કારણે કામ બંધ હતું. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને સહીસલામત સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો