મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagarમાં શાળાના પુસ્તકો પસ્તીમાં અપાતા 'આપ'એ કર્યો ઘટસ્ફોટ, આચાર્યએ કહ્યું 'નડતરરુપ હોવાથી...'

Bhavnagar News: ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સયમથી શાળામાં અપાતા પુસ્તકો પસ્તીમાં જોવા મળવાની ઘટનાઓ સતત સામે આવી રહી

Bhavnagarમાં શાળાના પુસ્તકો પસ્તીમાં અપાતા 'આપ'એ કર્યો ઘટસ્ફોટ, આચાર્યએ કહ્યું 'નડતરરુપ હોવાથી...'

Bhavnagar News: ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સયમથી શાળામાં અપાતા પુસ્તકો પસ્તીમાં જોવા મળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં હવે ભાવનગરમાંથી પુસ્તકો પસ્તીમાં આપવાનો મામલો સામે આવી રહ્યો છે. ભાવનગર શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 42માં પુસ્તકો પસ્તીમાં અપાતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી અને તેમની ટીમ આજે ભાવનગર શહેરના શાળા નંબર 42 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિવિધ પ્રશ્નો મુદ્દે મુલાકાતે ગયા હતા. ત્યારે શાળાના બાળકો પાસે મજૂરી કરાવી પુસ્તકો અને ટેમ્પામાં ભરવામાં આવી રહ્યા હતા, જે પુસ્તકો નવા વર્ષના હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાનને કર્યો છે.  આ પુસ્તકો પસ્તીમાં આપવાનું કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

જો કે, આ બાબતે શાળાના આચાર્યએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જે પુસ્તકો પસ્તીમાં આપવામાં આવી રહ્યા છે, તે પુસ્તકો જુના વર્ષના છે અને સરકારના નિયમ મુજબ શિક્ષણને નડતરરૂપ હોય તેવો પસ્તી નિકાલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો