મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણામાં પ્રેમલગ્ન મામલે બે પરિવારો વચ્ચે મારામારીના દ્રશ્યો, 11 વિરુદ્ધ સામસામે ફરિયાદ

મહેસાણામાંથી એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં પ્રેમ લગ્નને મામલે બે પરિવારો વચ્ચે મારામારીના

મહેસાણામાં પ્રેમલગ્ન મામલે બે પરિવારો વચ્ચે મારામારીના દ્રશ્યો, 11 વિરુદ્ધ સામસામે ફરિયાદ

મહેસાણામાંથી એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં પ્રેમ લગ્નને મામલે બે પરિવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેમજ  બંને પરિવારો વિરુદ્ધ સામસામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. મોટેભાગે પરિવારોની અસહમતિને કારણે પ્રેમલગ્નમાં ભંગાણ થતા હોય છે. પરંતુ મહેસાણાના ઊંઝામાં કંઈક અજુગતો જ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો : નડિયાદમાં લવ જેહાદનો કુખ્યાત આરોપી જેલ ભેગો, બુટલેગર પરિવારના વાહનો પોલીસે કર્યા ડિટેઈન

મહેસાણા જિલ્લાના ઊંઝામાં શ્રીજીનગર સોસાયટીમાં પ્રેમલગ્ન મામલે બે પરિવારો વચ્ચે ભારે બબાલ થઈ હતી. જેમાં મારામારી અને ઘર તથા વાહનોને નુકસાન પહોંચાડવાના દ્રશ્યો સર્જાયા હતા. પ્રેમલગ્ન કરનાર યુવતીનો ભાઈ મળવા જતા તેને ઢસડ્યો. બે મહિલા સહિત 4 ઈસમોએ લાકડીથી માર માર્યો. તેમજ યુવતીના પરિવારે યુવાનના માસીના ઘરમાં તોડફોડ કરી હતી. ઘરમાં બારીના કાચ તોડ્યા, ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો તેમજ એક્ટિવા નીચે પાડી નુકશાન કર્યું હતું. આ સમગ્ર મામલે બંને પરિવારોમાં સામસામે કુલ 11 સામે ગુન્હો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો