મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજ્યમાં સાત દિવસ છુટાછવાયા વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિય

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘમહેર જોવા મળી શકે છે.બીજી તરફ, રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાત અને અમદાવાદમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ સમાચાર શેર કરો