VIDEO Breaking : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગની નવી આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદી માહોલને લઈ નવી આગા

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદી માહોલને લઈ નવી આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 24 કલાકમાં અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે 19 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તેમજ 15 અને 16 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્ચમાં પણ કેટલીક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.




