Mehsana: કડી માર્કેટયાર્ડમાં કૌભાંડ; 4,242 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો
કડી માર્કેટયાર્ડમાં આવેલી યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાનું કૌભાંડ

કડી માર્કેટયાર્ડમાં આવેલી યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ગત માર્ચ મહિનામાં પુરવઠા વિભાગે બાતમીના આધારે દુકાન નંબર 15 અને 17 પર દરોડા પાડી રુ. 1,65,453નો 4242.400 કિલોગ્રામ શંકાસ્પદ ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.લેબોરેટરી પૃથક્કરણમાં આ ચોખાનો જથ્થો સરકારી હોવાનું સાબિત થતાં, જિલ્લા કલેક્ટરની કડક સૂચના બાદ કડી મામલતદાર માધવી પટેલે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વેપારી સોલંકી જેઠુભા દીપસિંહ સામે સરકાર સાથે ઠગાઈ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



