રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં, બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાણી માટે મારે છે વલખાં
રાજ્યના પ્રખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એ

રાજ્યના પ્રખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત પાણીનો પ્રશ્ન સર્જાયો છે. જેમાં હાલ અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી અને છેલ્લા 2 દિવસથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું પાણી બંધ છે. જેને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
VC બંગલાની સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું
ગુરુવારે રાત્રે ABVPના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી ડોલ લઈને કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કુલપતિ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી તેનો નિકાલ લાવે તેવી ઉગ્ર માગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. VC બંગલાની સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.




