સૌરાષ્ટ્ર યુનિ.ના અર્થશાસ્ત્રના પ્રોફેસર વિવાદ મામલે ડો. સંજય પંડ્યા અને કુલપતિ ડો. ઉતપલ જોશીનું નિવેદન
રાજકોટમાં સૌરાષ્ટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વિવાદને મામલે પ્રોફેસર ડો. સંજય પંડ્યાનું નિવેદ

રાજકોટમાં સૌરાષ્ટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વિવાદને મામલે પ્રોફેસર ડો. સંજય પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારી પાસે વિગત આવી, આવો એક પત્ર છે. વિદ્યાર્થીઓના નામ સાચા છે કે ખોટા તેનો મને ખ્યાલ નથી. હું યુનિવર્સિટીનો કર્મચારી છું અને તપાસમાં હું તમામ સહયોગ આપીશ. અમારા ડિપાર્ટમેન્ટના કોઈ વિદ્યાર્થીઓ આક્ષેપ ન કરી શકે.
તો પરિક્ષામાં માર્ક્સ વધારવાના આક્ષેપના જવાબમાં જણાવતા કહ્યું કે, પરિક્ષામાં ક્યારેય વિદ્યાર્થીઓના નામ કે સીટ નમ્બરની ઓળખ થતી નથી, માટે માર્ક્સ વધારવાની કોઈ પ્રવૃત્તિ થઈ ન જ શકે. મારા વાણી અને વર્તનમાં કોઈ ફેર ક્યારેય ન પડે. કાયદા અને કુદરતના ડર વિના મારા પર ખોટા આક્ષેપ કર્યા છે, કાયદો અને કુદરત પોતાનું કામ કરશે. બહારના છે કે કોઈ ડમી વિદ્યાર્થીઓ છે મને ખબર નથી, જો અમારા ભવનના કોઈ વિદ્યાર્થીઓ હશે તો એ યુનિવર્સિટી કાર્યવાહી કરશે અને જો વિભાગના નહીં હોંય તો કાયદાકીય રીતે કાર્યવાહી થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉતપલ જોષીનું નિવેદન
અર્થશાસ્ત્ર ભવનના આસી.પ્રોફેસર ડો. સંજય પંડ્યા સામે દ્વિઅર્થી સંવાદ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા આયોગમાંથી અરજી સંદર્ભે પુછવામાં આવ્યું છે. અર્થશાસ્ત્ર વિભાગના વડાનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જ્ઞાતિ વાળા શબ્દોનો ઉપયોગ અને દ્વિઅર્થી શબ્દોનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. 4થી 5 વિદ્યાર્થીનીઓના નામનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવેલો છે. પત્રમાં અરજદારોના નામો લખેલા છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે. પ્રોફેસરને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા ને તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.





