મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ થાઈલેન્ડ અને મલેશિયાની યુનિવર્સિટીઓ સાથે MOU કર્યા, પૂર્વ સિન્ડિકેટ સભ્યએ ઉઠાવ્યા સવાલો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થાઈલેન્ડ અને મલેશિયાની ક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થાઈલેન્ડ અને મલેશિયાની કેટલીક યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક સહકાર માટે એમ.ઓ.યુ (MoU) કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ ગોવામાં જઈ આ કરારો કર્યા હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને લઈને હવે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસના નેતા ડો. ધરમ કામલિયાએ સવાલો ઉઠાવ્યા છે.

ડો. કામલિયાએ જણાવ્યું હતું કે વિશ્વમાં શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ ગણાતા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડા જેવા દેશોની યુનિવર્સિટીઓ સાથે સહકાર કરવાને બદલે થાઈલેન્ડ અને મલેશિયાની યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવા પાછળનો હેતુ સ્પષ્ટ થવો જોઈએ. તેમણે આ નિર્ણય અંગે યુનિવર્સિટી પ્રશાસન પાસે સ્પષ્ટતા માંગતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આવા કરારો થવા જોઈએ.

તેમણે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજકોટના બદલે ગોવામાં જઈ એમ.ઓ.યુ કરવામાં આવ્યા તેનું કારણ શું છે. સાથે જ થાઈલેન્ડ સાથેના શૈક્ષણિક આદાન-પ્રદાન અંગે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી કે વિદ્યાર્થીઓને તેનો વાસ્તવિક શૈક્ષણિક લાભ કેવી રીતે મળશે.

આ મુદ્દે યુનિવર્સિટી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, શૈક્ષણિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા માટે યુનિવર્સિટીઓ દ્વારા વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવતાં હોય છે, જેને લઈને હવે આ મામલે વધુ ચર્ચા શરૂ થઈ છે.

     

આ સમાચાર શેર કરો