સરદાર સરોવરની સપાટીમાં વધારો, ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાતા 42 ગામોને એલર્ટ
છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ

છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે તંત્ર દ્વારા આવકને ધ્યાનમાં રાખીને પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ફરીથી નર્મદા ડેમના 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
સપાટી 135 મીટરથી વધી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની હાલની સપાટી 135.67 મીટરે પહોંચી ગઈ છે. જેથી ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. આજે ડેમમાં જેટલું પાણી આવી રહ્યું છે. તેટલું જ છોડવામાં આવી રહ્યું છે.
15 દરવાજા ખોલાયા
નર્મદા ડેમની સપાટીમાં ઉપરવાસમાંથી 2,12,916 ક્યુસેક પાણી આવી રહ્યું હોવાથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા ડેમની સપાટી હાલ 135.67 મીટર પહોંચી ગઈ છે. જેથી ફરી એકવાર નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે. જેના પગલે વડોદરા ભરૂચ અને નર્મદાના 42 નીચાણ વાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.








