VIDEO:સારંગપુર કષ્ટભંજન દેવ અને હનુમાનજીના પ્રતીકોના અધિકારો સામે વિરોધ
બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમા


બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ સામે ગંભીર પ્રહારો કરી ભારે રોષ વ્યક્ત કર્યો છે. સારંગપુર ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ, 'કિંગ ઓફ સારંગપુર' અને હનુમાનજી દાદાના પ્રતીકો તેમજ પ્રસાદ માટે ટ્રેડમાર્ક અને મૌલિક સંપત્તિના અધિકારો મેળવવાના પ્રયાસો સામે સનાતન સંસ્થાઓ અને બ્રાહ્મણ સંગઠનોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. હેમાંગ રાવલે ભૂતકાળમાં હનુમાનજીને સેવક તરીકે દર્શાવવાના વિવાદને યાદ કરી જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ અવારનવાર વિવાદમાં રહે છે અને ભગવાનના નામે ટ્રેડમાર્ક લેવો એ આસ્થાનું અપમાન છે.



