મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતને વોટ્સએપ મારફતે મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો

બનાસકાંઠાના ડીસા તાલુકાના

બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતને વોટ્સએપ મારફતે મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ફરિયાદ મુજબ યુવતીએ વોટ્સએપથી સંપર્ક કરી પાલનપુર બોલાવ્યો. ત્યાં પૂજા સાથે હોટલમાં મુલાકાત બાદ વડગામ જવાના બહાને ખેડૂતને અપહરણ કરવામાં આવ્યો. તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણી સહિતના આરોપીઓએ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી.આરોપીઓએ 54 હજાર રોકડા અને મહત્વના દસ્તાવેજો પડાવી લીધા હતા. પાલનપુર ગઢ પોલીસે મહિલાઓ સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો