Morbi: ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર મહિલા ઝડપાઈ
મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલિંગ દ્વારા લાખો રૂપિયા પડાવવાના મ

મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલિંગ દ્વારા લાખો રૂપિયા પડાવવાના મામલે મહિલા આરોપીની ધરપકડ કરી છે. મોરબી એ-ડિવિઝન પોલીસે પિન્કીબેન ઉર્ફે ખુશી વસાવાની ધરપકડ કરી છે. આ મામલે કોર્ટે મહિલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેડૂત પાસેથી મહિલા સહિતની ગેંગે 4 સોનાના બિસ્કિટ સહિત 53.50 લાખનો મુદામાલ પડાવ્યો હતો. અગાઉ આ મામલે 7 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.




