VIDEO: બનાસકાંઠાના ડીસાની હાઈસ્કૂલમાં દિવાળી જેવો માહોલ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને GUJCETનું પરિણામ જાહેર કરવામાં આ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને GUJCETનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતાં જ બનાસકાંઠાના ડીસામાં આવેલી કે.બી. અગ્રવાલ હાઈસ્કૂલમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સફળતાના જશ્નમાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. કૃતજ્ઞતા વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે વાલીઓ અને શિક્ષકો ઢોલ-નગારાના તાલે ગરબે ઝૂમી ઉઠ્યા હતા અને અબીલ-ગુલાલ ઉડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની માહી ખત્રીએ પોતાની સફળતાનો શ્રેય ફેકલ્ટી અને પરિવારને આપતા જણાવ્યું હતું કે, તે હવે UPSC ની તૈયારી કરી દેશસેવા કરવા માંગે છે. વાલીઓએ પણ સંતાનોની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.


