VIDEO: Banaskantha / ટિકિટ મુદ્દે ભાજપમાં હોબાળો, જિલ્લા કારોબારી સભ્યએ જાહેરમાં આપ્યું રાજીનામું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે બનાસકાંઠા ભાજપમાં આંતરિક જૂથબ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે બનાસકાંઠા ભાજપમાં આંતરિક જૂથબંધી અને અસંતોષ સપાટી પર આવ્યો છે. અંબાજી ખાતે યોજાયેલી ભાજપની મહત્વની બેઠકમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભારે હોબાળો થયો હતો, જેમાં જિલ્લા કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલે જાહેરમાં પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના અંબાજીના લોટરી ક્લબ ખાતે આયોજિત ભાજપની બેઠક દરમિયાન બની હતી. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની રણનીતિ અને વ્યવસ્થાના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જોકે, બેઠક દરમિયાન ટિકિટ ફાળવણીના માપદંડોને લઈને કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
બેઠકમાં વિવાદ વધતા જિલ્લા કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલે જાહેરમાં જ પક્ષના પદ પરથી રાજીનામું આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમની સાથે અન્ય એક સક્રિય કાર્યકર્તા ગીતાબેન સાધુએ પણ ટિકિટ વહેંચણી મુદ્દે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે પક્ષ માટે પાયાનું કામ કરનારાઓની અવગણના થઈ રહી છે.




