મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પેસા કાયદાને લઈને સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોથા દિવસે બંધ, વાહનવ્યવહાર ઠપ્પ

પેસા કાયદાને લઈને મહારાષ્ટ્રની બોર્ડર પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યુ છે. સાપુતારા ના

પેસા કાયદાને લઈને સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોથા દિવસે બંધ, વાહનવ્યવહાર ઠપ્પ

પેસા કાયદાને લઈને મહારાષ્ટ્રની બોર્ડર પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યુ છે. સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોથા દિવસે પણ વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ છે. સાપુતારાને અડી આવેલ મહારાષ્ટ્ર સરહદ પર અસંખ્ય ટ્રકો, પ્રવાસી કાર, ખાનગી બસોની લાંબી કતાર જોવા મળી રહી છે.

ફ્રૂટ-શાકભાજી બગડી ગયા

સાપુતારા બોર્ડર પર અસંખ્ય ટ્રકો રસ્તા રોકોના જામમાં ફસાઈ છે. જેથી ફ્રૂટ, શાકભાજી બગડી જતા ખેડૂત સહીત વેપારીને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આદિવાસી સંગઠનો પેસા કાયદાની અમલવારી માટે મક્કમ રહેતા ચોથા દિવસે પણ સાપુતારા નાસિકનો વાહન વ્હાવહાર બંધ રહ્યો છે. 

આંદોલનની ચીમકી

આદિવાસી નેતા રમેશ થોરાતએ કહ્યું કે, મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયેલા અસંખ્ય ગુજરાતીઓને વ્હારે એકપણ નેતા ફરક્યો નથી. આંદોલનકારીઓએ ગામડાના આંતરિક રસ્તા પણ બંધ કરી દીધા છે. અમે ન્યાય મેળવવા માટે મક્કમ છીએ. મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. આગામી દિવસોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી છે.

આ સમાચાર શેર કરો