મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દર વર્ષે એ જ હાલત! લાખોનો પાળો ફરી ધોવાઈ ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલબારા ગામે ફરી એકવાર પાળો તૂટવાની ઘટના સામે આવી છે. દર વર

તસવીર: gstv

જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલબારા ગામે ફરી એકવાર પાળો તૂટવાની ઘટના સામે આવી છે. દર વર્ષે માટીથી બનાવવામાં આવતો આ પાળો પાણીનો સંગ્રહ કરવાને બદલે દર વર્ષે તૂટી જાય છે, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી રહ્યો છે. ડેમ કે નદીનું પાણી રોકવા માટે બનાવાયેલી આ વ્યવસ્થા નિષ્ફળ જતાં પાણી સીધું દરિયામાં વહી ગયું છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે શા માટે દર વર્ષે નક્કર કામગીરી કરવાને બદલે માત્ર માટીના પાળા પર લાખોનો ધુમાડો કરવામાં આવે છે? તંત્રના પેટનું પાણી હજુ હલતું નથી, ત્યારે ખેડૂતોના હિતમાં ક્યારે કાયમી કામગીરી થશે તે મોટો સવાલ છે.  

આ સમાચાર શેર કરો