VIDEO: 61 વર્ષે Aamir Khanએ Gauri Spartt સાથે કર્યા લગ્ન, ત્રીજી વખત વરરાજા બન્યા મિસ્ટર પરફેક્શનિસ્ટ; જુઓ તસવીર
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આજે (5 જુલાઈ) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 61 વર્ષની ઉંમરે આમિરે પોતાની લેડી લવ ગૌરી સાથે ત્રીજા લગ્ન કરીને તેમને હંમેશા માટે પોતાના જીવનસાથી બનાવી લીધા છે. આમિર અને ગૌરીએ રજિસ્ટર મેરેજ કર્યા છે. બંને હવે પતિ-પત્ની બની ગયા છે. લગ્ન પછી આમિર અને ગૌરીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.

આમિર અને ગૌરીના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો-સગા સંબંધીઓ પણ તેમની ખુશીઓમાં સામેલ થયા હતા. પરિવારમાં અત્યારે ઉજવણીનો માહોલ છે. વર-કન્યા આમિર-ગૌરીને ચારેય તરફથી પ્રેમ અને શુભેચ્છાઓ મળી રહી છે.
કોણ છે આમિરની થનારી પત્ની ગૌરી સ્પ્રેટ?
ગૌરી સ્પ્રેટ એક પ્રોફેશનલ હેર ડ્રેસર છે અને તેઓએ છૂટાછેડા લીધેલા છે. તેમના અગાઉના લગ્નથી તેમને એક આઠ વર્ષનો પુત્ર છે. આમિર ખાને વર્ષ 2025 માં પોતાના 60મા જન્મદિવસે ગૌરી સ્પ્રેટ સાથેના પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આમિરના પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે થયા હતા અને 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ આમિરે બીજા લગ્ન 2005 માં કિરણ રાવ સાથે કર્યા હતા, પરંતુ 2021 માં બંને અલગ થઈ ગયા હતા.

