અભિનેતા તુષાર કપૂરને ગેંગસ્ટર બિશ્નોઈના નામે ધમકી: 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી

અભિનેતા તુષાર કપૂરને ગેંગસ્ટર બિશ્નોઈના નામે ધમકી: 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લોરેન્સ  બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સર હોવાનો દાવો કરી અભિનેતા તુષાર કપૂર પાસેથી ફોન પર  રૃ.પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ  ફોન ખરેખર બિશ્નોઈ ગેંગ દ્વારા થયો હોવા અંગે શંકા છે. પરંતુ ફોન કરનાર વ્યક્તિનો અવાજ વિશ્લેષણમાં ઉપલબ્ધ નમૂનાઓ સાથે કોઈ મેળ ખાતો નથી.  આમ  તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો ખોટો દાવો કરી રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસ ફોન કરનારને શોધી રહી છે.

અહેવાલ મુજબ અભિનેતા તુષાર કપૂરને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય  હેરી બોક્સર હોવાનો દાવો કરતા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો.  તેણે કથિત રીતે રૃ.પાંચ કરોડની માંગણી કરી હતી.

જાહેરાત

જોકે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ કોલ નકલી હોઈ શકે છે. કોલ કરનારે ગેંગના નામનો ઉપયોગ કરીને અભિનેતાને ડરાવવા અને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.

આ ઘટના જુહુમાં અભિનેતા ટાઇગર શ્રોફ સાથે થયેલી ગોળીબારની ઘટનાના થોડા દિવસો પછી બની છે. જેની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અભિનેતા તરફથી ધમકીભર્યા ફોન અંગે ફરિયાદ મળ્યા બાદ આ કેસ ક્રાઇમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલને સોંપવામાં આવ્યો હતો.

 તપાસકર્તાઓએ કોલના વોઇસ રેકોડગની તપાસ કરી અને તેની સરખામણી હેરી બોક્સરના ઉપલબ્ધ ઓડિયો નમૂનાઓ સાથે કરી હતી. પ્રાથમિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે અવાજો મેળ ખાતા નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત