Video: બોમ્બે હાઈકોર્ટમાં અભિનેતા ઈમરાન ખાનની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી: ભારત છોડવાના આદેશને પડકાર્યો

બોમ્બે હાઈકોર્ટ અમેરિકી નાગરિક અને અભિનેતા ઈમરાન ખાન દ્વારા દાખલ કરાયેલી અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. ખાનના વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે પોલીસે નોટિસ આપીને તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે. રાજકીય વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવાના આરોપસર આ નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, વકીલે સ્પષ્ટ કર્યું કે ખાન વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી અને તેઓ બે વર્ષની ઉંમરથી ભારતમાં રહે છે. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠીની ખંડપીઠે કેન્દ્ર સરકારને પક્ષ રજૂ કરવા માટે સમય આપતા મહારાષ્ટ્ર સરકારને પણ પ્રતિવાદી તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે.




