Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rumor has it that Sunny Kaushal is dating Katrina's sister Isabelle

સની કૌશલ અને ઈસાબેલ કૈફના અફેરની ચર્ચા, સોશિયલ મીડિયા પોસ્ટ્સથી વધી અટકળો

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સની કૌશલ અને ઈસાબેલ કૈફના અફેરની ચર્ચા, સોશિયલ મીડિયા પોસ્ટ્સથી વધી અટકળો
સોર્સ : gstv

વિક્કી કૌશલના ભાઈ અને એક્ટર સની કૌશલ તથા કેટરિના કૈફની બહેન ઈસાબેલ વચ્ચે અફેર શરુ થયું હોવાની અફવા છે. સની અગાઉ શર્વરી વાઘને ડેટ કરતો હતો પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થયું હતું.

App Store

સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે અનેક સમાનતા નજરે પડતા સની કૌશલ અને ઈસાબેલ કૈફ વચ્ચે રોમાન્સની અફવાઓ શરૂ થઈ છે. બંને વચ્ચે નજીકનો સંબંધ છે અને તેઓ ઘણીવાર વિક્કી કૌશલ અને કેટરીના કૈફના મુંબઈ ઘરમાં સાથે દેખાય છે, પણ તેમણે પોતાના સંબંધ વિશે ચાલી રહેલી અટકળો વિશે કોઈ જવાબ નથી આપ્યો.

હાલમાં સનીએ બિલાડીઓની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો અને ઈસાબેલના જુલાઈમાં તુર્કી પ્રવાસ દરમિયાન શેર કરાયેલી તસવીરો વચ્ચે સામ્ય હતું. સનીએ ફેન્ટેસી નવલકથા ડંજન ક્રોલર કાર્લની એક તસવીર પણ પોસ્ટ કરી, જેના પર ઈસાબેલે કમેન્ટ કરી કે તેણે જ સનીને આ પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર તેમની આ વાતચીતે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી.

સની અથવા ઈસાબેલ બંનેમાંથી કોઈએ પણ ડેટિંગની અફવાઓની પુષ્ટી અથવા ખંડન નથી કર્યું. અગાઉ પણ બંને પોતાના ભાઈ-બહેન સાથે તહેવાર મનાવતા જોવા મળ્યા હતા.