Video: સુરત એરપોર્ટ પર સલમાન ખાનનું આગમન, 'ભાઈજાન'ની એક ઝલક જોવા ફેન્સે કરી ધક્કામુક્કી
ડાયમંડ સિટીમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.


ડાયમંડ સિટીમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. અગાઉ સુરતમાં અભિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના બોલીવૂડના કલાકારો ક્રિકેટ મેચ નિહાળવા આવી ચુક્યા છે, ત્યારે હવે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન સુરત એરપોર્ટ પર આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સલમાન ખાનની એક ઝલક જોવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા.
'ભાઈજાન' પોતાની ટીમ દિલ્હી સુપરહીરોની મેચ જોવા અને ચિયર કરવા માટે આવ્યા છે, જેથી એરપોર્ટ અને સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો જોવા મળ્યો છે. ભારે ભીડ વચ્ચે સલમાન ખાનના ફેન્સ લોકોના પાકીટો પણ ચોરી થયા હતા. સુરક્ષાને ધ્યાને લઇ સુરત એરપોર્ટ અને સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.




