નસવાડીના પાલા ગામે વિશ્વનાથ ગુરુ મહારાજના મંદિરના તાળાં ખોલવા માટે સંતો અને ભક્તોએ આપ્યું આવેદનપત્ર
નસવાડી તાલુકાના પાલા ખાતે આવેલ ગુરુ વિશ્વનાથ મહારાજના મંદિરના તાળાં ખોલવા

નસવાડી તાલુકાના પાલા ખાતે આવેલ ગુરુ વિશ્વનાથ મહારાજના મંદિરના તાળાં ખોલવામાં આવતા નથી. મંદિરમાં મુનિ મહારાજના નિયમો ન પાળનારને મંજૂરી વગર ભક્તોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. વિશ્વનાથ ગુરુ મહારાજ વખતે આવા કોઈ નિયમો નહોતા. દરેક ભક્તોને તે વખતે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. તેઓના અવસાન બાદ તેઓની ગાદી ઉપર મૌન મુનિ મહારાજને રાજકીય નેતાઓ દ્વારા બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાલા મંદિરમાં મૌન મુનિ મહારાજ જ્યારથી ગાદી સંભાળી ત્યારથી તેઓ ભક્તો સાથે કાગળ ઉપર લખીને વાતચીત કરે છે. તેમજ મંદિરમાં પ્રવેશ માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જે ભક્ત અઢી દિવસ શ્રમદાન કરે તેમજ ધોતી અને ઝબ્બો પહેરીને ભક્ત આવે તેને પ્રવેશ મંદિરમાં આપવામાં આવે છે. પેન્ટ પહેરીને આવનાર ભક્તને મંદિર માં પ્રવેશ આપવામાં આવતો નથી.
ચીમકી ઉચ્ચારાઈ
વિચિત્ર નિયમોથી અનેક ભક્તો અને સંતોમાં નારાજગી છવાતા જેને લઇને સંત સમાજ અને ભક્તો દ્વારા બાપા સીતારામ મંદિરે મિટિંગ કરીને તાલુકા સેવાસદન પોહચી રામધૂન બોલાવી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાલાના મંદિરના મહારાજ વિરૂદ્ધ ગંભીર આક્ષેપ ભક્તો અને સંતોએ કર્યા હતા. મંદિરના દરવાજા દરેક ભક્ત માટે ખોલવામાં આવે આવું નહિ કરવામાં આવે તો મંદિરના દરવાજે મંદિરના દરવાજે આરતી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.
નિયમથી રોષ ભભૂક્યો
મૌન મુનિ મહારાજના સમર્થકો જણાવ્યા મુજબ આ નિયમો સારા છે. જયારે મંદિરના આ નિયમોથી લોકોમાં કામ કરવાની શકતી આવી છે. મંદિરમાં લોકો સમય ફાળવે છે. પરંતુ, બીજી તરફ સંતો અને ભક્તોમાં આ નિયમથી રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ તો બે સંતો અને ભક્તો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.








