મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર કરૂણેશ રાણપરીયાનો વધુ સાગરિત ઝડપાયો

સુરતમાં સંઘર્ષના સાથે ગ્રુપના 57 લાખના હિસાબ મામલે મિત્રની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

સુરત/ મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર કરૂણેશ રાણપરીયાનો વધુ સાગરિત ઝડપાયો

સુરતમાં સંઘર્ષના સાથે ગ્રુપના 57 લાખના હિસાબ મામલે મિત્રની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપ્રયાસ કરનાર કરુણેશ રાણપરીયાના વધુ એક સાગરિતને ઉત્રાણ પોલીસે ઝડપી લીધો છે. ગુજસીટોકનો વોન્ટેડ સુર્યદીપ વાહન ચેકિંગમાં ફાર્મ હાઉસમાંથી  ઝડપાયો છે.

10 મહિના બાદ ઝડપાયો

સામાજિક સેવા અને ભુખ્યાને ભોજન આપવા શરૂ કરેલા સંઘર્ષના સાથી ગ્રુપના 57 લાખના હિસાબ મામલે મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર કરુણેશ રાણપરીયા સહિત પાંચની અમરોલી પોલીસે દશ મહિના અગાઉ ધરપકડ કરી હતી. પોલીસે બાદમાં કરુણેશ અને અન્યો વિરુદ્ધ ગુજસીટોકનો પણ ગુનો નોંધ્યો હતો.

અગાઉ પણ ગુના નોધાયા હતા

આ ગુનામાં વોન્ટેડ સૂર્યદિપ ઉર્ફે સૂરજ ઉર્ફે સૂરો ભરત વિરડિયાને મોટા વરાછા ગોપીન ગામ પાસે એલીગન્જા હાઈટસની સામે આવેલા ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. હાલ એમ્બ્રોઈડરી ડિઝાઈનનું કામ કરતાં સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સૂરો વિરુદ્ધ અગાઉ મારામારી ધમકી અને દારૂના ગુના નોધાયા છે.

આ સમાચાર શેર કરો