Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Pre-election rebellion in Wadali! 'No entry' banners put up for BJP candidates in Ward No. 3

VIDEO: સાબરકાંઠાના વડાલીમાં ચૂંટણી પૂર્વે બળવો! વોર્ડ નં.3માં ભાજપના ઉમેદવારો માટે 'નો એન્ટ્રી'ના બેનરો લાગ્યા 

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે રાજકીય પક્ષો માટે પ્રચારના શ્રીગણેશ કરવા મુશ્કેલ બન્યા છે. વડાલી શહેરના વોર્ડ નંબર 3માં આવતા ગાયત્રીનગર વિસ્તારમાં સ્થાનિક રહીશોએ એકત્ર થઈને સત્તાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે.

App Store

સમસ્યાઓનો ઉકેલ ન આવતા આક્રોશ
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ગાયત્રીનગર અને વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જનતામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જ્યારે મતની જરૂર હોય ત્યારે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે પ્રજાને રામભરોસે છોડી દેવામાં આવે છે.

'પ્રવેશ બંધી'ના બેનરોથી રાજકારણ ગરમાયું
ચૂંટણીના માહોલ વચ્ચે ગાયત્રીનગરમાં લાગેલા આ બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, "ભાજપના ઉમેદવારોએ આ વિસ્તારમાં પ્રચાર માટે આવવું નહીં." આ પ્રકારના આક્રમક બેનરો લાગતા જ વડાલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ જો આ પ્રકારનો વિરોધ થાય, તો આગામી પરિણામો પર તેની સીધી અસર પડી શકે છે.

ઉમેદવારોની ચિંતા વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ હવે જ્યારે ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર માટે નીકળવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ વિરોધ પ્રદર્શન તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ બેનરોના ફોટા અને વીડિયો વાયરલ થતા અન્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે ભાજપના સંગઠન અને નેતાઓ આ નારાજ જનતાને મનાવવામાં સફળ રહે છે કે પછી આ રોષ મતદાનના દિવસે બેલેટ બોક્સમાં જોવા મળશે.