VIDEO: ઈડરના લાલોડા ડુંગરમાં દેખાયો દીપડાનો પરિવાર, અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ
સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડરના લાલોડા વિસ્તારમાં આવેલા ડુંગરોમાં દીપડાના પરિવારના આહ્લાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઈડરના પહાડી વિસ્તારોમાં લાંબા સમયથી મોટી સંખ્યામાં દીપડાઓ કુદરતી વસવાટ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, રહેણાક વિસ્તારની બિલકુલ નજીક આ હિંસક પ્રાણીઓનો વસવાટ હોવા છતાં સ્થાનિક લોકોમાં કોઈ ડર નથી, ઉલટાનું વન્યજીવ પ્રેમીઓમાં આનંદ અને કુતૂહલનો માહોલ છે. સ્થાનિકોએ પહાડોમાં મુક્તપણે વિહરતા આ દીપડાના પરિવારનો વીડિયો બનાવતા આ નજારો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

