Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : 3 women die in car-rickshaw accident on Gambhoi Highway in Sabarkantha

VIDEO : Sabarkanthaના ગાંભોઈ હાઈવે પર બ્રેઝા કારે રિક્ષાને ફંગોળી, હાથરોલ પાસે અકસ્માતમાં 3 મહિલાઓના મોત

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ રણાસણ હાઈવે પર હાથરોલ પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં ત્રણ મહિલાઓના કરૂણ મોત નીપજ્યા છે. એક બેફામ ગતિએ આવતી બ્રેઝા કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ઉછળીને રોડની સાઈડના ખાડામાં ખાબકી હતી, જેના કારણે રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહને રોડ પરથી ખસેડી ઝાડ નીચે મૂક્યા હતા. આ બનાવ અંગે 108 અને ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

App Store