VIDEO: Sabarkanthaમાં વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી; પવન સાથે વરસાદ વરસતા ઉભા પાકને નુકસાન થવાની આશંકા
સોર્સ : GSTV
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાતા જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. ખાસ કરીને ખેડબ્રહ્મા, વડાલી, ઇડર અને હિંમતનગર સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જોકે, આ અકાળે આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોના બાજરી તથા જુવાર જેવા ઉભા પાકને મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હજુ પણ વાવાઝોડા અને વરસાદની આગાહી જાહેર કરી છે, જેને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અને પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

