Sabarkantha: વડાલી તાલુકા પંચાયત મહિલા પ્રમુખે સરકારી નિયમોના ઉડાવ્યા ધજાગરા, જાણો શું છે સમગ્ર વિવાદ
રાજ્યના સાબરકાંઠાના વડાલીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વડ

રાજ્યના સાબરકાંઠાના વડાલીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વડાલી તાલુકા પંચાયતની પ્રમુખ ચેતના પરમારે સરકારી નિયમોના ધજાગરા ઉડાવીને વિવાદ સર્જ્યો છે.
રવિન્દ્ર બારોટના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરી
તેમણે તાલુકા પંચાયતની ચેમ્બરમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ રવિન્દ્ર બારોટના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરી હતી, જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સરકારી કાર્યાલયોમાં આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, ચેતના પરમારે રાજકીય હોદ્દેદારોને ખુશ રાખવા નિયમોનું ઉલ્લંઘન કર્યું. આ ઘટનાએ સરકારી કચેરીની ગરિમા પર સવાલો ઉભા કર્યા છે.




