સાબરકાંઠા: પોળો વિસ્તારમાં પાણીમાં કાર ખાબકતા બે યુવકોના ડૂબી જવાથી મોત
સાબરકાંઠાના પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બીજી વાર બની છે. ઊંડા પાણીમાં કાર

સાબરકાંઠાના પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બીજી વાર બની છે. ઊંડા પાણીમાં કાર ખાબકતા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.
વિજયનગર - ઇડર રોડ પરની ઘટના સામે આવી છે. મોડીરાત્રે સલુંબર રાજસ્થાનથી અંબાજી તરફ જતા ઘટના બની હતી. વિજયનગર પોળો પાસેના ઇડર હાઇવે પર ડેમના કિનારાના ભાગમાં ખાડામાં રેલીંગ તોડી કાર પાણીમાં ખાબકી હતી. વણજ ગામ પાસે રોડની સાઈડમાં પાણી ભરેલી ચોકડીમાં કાર ખાબકી હતી. આ કારમાં બે યુવકો સવાર હતા જેમાં ડૂબી જવાના કારણે મોત થયા હતા. જેમના મૃતદેહ મળી આવ્યા છે.
બન્ને યુવકો રાજસ્થાનના સુલુંબરના રહેવાસી છે. બન્ને યુવકોના મૃતદેહ અને કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિજયનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






