રાજકોટ: ગ્રામ્ય LCBએ 35 વર્ષ પહેલા હત્યા કરીને ફરાર આરોપીને ગોવાથી ઢસડી લાવી, મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો હતો
ગુજરાતની રાજકોટ ગ્રામ્ય LCBએ 35 વર્ષ પછી હત્યાના આરોપીને ગોવાથી ઢસડી લાવી છે.

ગુજરાતની રાજકોટ ગ્રામ્ય LCBએ 35 વર્ષ પછી હત્યાના આરોપીને ગોવાથી ઢસડી લાવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના પારડીમાં 35 વર્ષ પહેલા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી.વર્ષ 1990માં શીતળા માતાના મંદિર પાસે નૈનતુરઈ એકવ નાડર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકની પત્ની સાથે આરોપીના આડા સબંધો હતા
હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છુટ્યો હતો.પોલીસે આરોપી બસપ્પા ઉર્ફે સુરેશની ધરપકડ કરી હતી.પીછૈયા ઉર્ફે વિજયની પત્ની સાથે મૃતક નૈનતુરઇને આડા સંબંધ હોય તેણે મિત્ર સુરેશ સાથે મળી યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
ગોવામાં 35 વર્ષથી ખોટી ઓળખ સાથે રહેતો હતો
હત્યા બાદ પોલીસે 1 આરોપી પીછૈયા ઉર્ફ વિજયની ધરપકડ કરી હતી. જોકે સુરેશ પોલીસના હાથ લાગ્યો નહોતો.રાજકોટ ગ્રામ્ય LCBએ 35 વર્ષ પછી બસપ્પા ઉર્ફે સુરેશની ગોવાથી ધરપકડ કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી ગોવા ફરાર થઈ ગયો હતો, ત્યાં જ વસવાટ કરીને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ નવી જિંદગી શરૂ કરી હતી.






